ધરોઈ ડેમમાં 2292 ક્યુસેક વરસાદી પાણીની આવક, ડેમની જળ સપાટી 617.74 ફૂટે પહોંચી
સોર્સ : GSTV
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ડેમમાં 83.89% પાણીની આવક થઈ છે. જે બાદ ધરોઈ ડેમમાં જળ સપાટી 617.74 ફૂટ પહોંચી છે. ધરોઈ ડેમની કુલ જળ સપાટી 622 ફૂટ છે, જેની સામે ડેમની જળ સપાટી 617.74 ફૂટ નોંધાઈ છે. ત્યારે હાલ ડેમમાં 2292 ક્યુસેક વરસાદી પાણીની આવક થઈ છે. નોંધનીય છે કે, ધરોઈ ડેમનું પાણી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પીવા માટે આપવામાં આવે છે. 10 શહેરો અને 1007 ગામ અને પરા ધરોઈ ડેમનું પાણી પીવે છે. જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે કે જે નિયમિત ડેમનું પાણી વપરાશમાં લે છે.

