VIDEO : શ્રીનગરના શાલાપોરામાં મધ્યરાત્રિએ ભીષણ આગ, વિસ્તારમાં અફરાતફરી
શ્રીનગરના અલોચીબાગ સ્થિત શાલાપોરા વિસ્તારમાં ગત મધ્યરાત્રિએ અચાનક ભીષણ

શ્રીનગરના અલોચીબાગ સ્થિત શાલાપોરા વિસ્તારમાં ગત મધ્યરાત્રિએ અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. રાત્રિના અંધકારમાં અચાનક લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સામે આવેલા દ્રશ્યોમાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોઈ શકાય છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી




