VIDEO: 123 કરોડના નળ સે જળ કૌભાંડમાં બે કૌભાંડીઓની કરી આરોપીઓ ઝડપાયા
મહિસાગરમાં નળ સે જળ કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા વધુ બે કૌભાંડીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક કોન્ટ્રાક્ટર અને એક તત્કાલીન કર્મચારીનો સમાવેશ થાય છે. આ સાથે 123 કરોડના આ ચકચારી કૌભાંડમાં કુલ ધરપકડનો આંકડો 58 પર પહોંચી ગયો છે. સીઆઈડી ક્રાઈમની આ કાર્યવાહીમાં પકડાયેલા તત્કાલીન વાસ્મો કર્મચારી હાર્દિકકુમાર પટેલ લુણાવાડા ખાતે ફરજ બજાવતા હતા, જેમણે પોતાના ખાતામાં લાંચના 6 લાખ 93 હજાર રૂપિયા લીધા હતા. આ ઉપરાંત, કૌભાંડી કોન્ટ્રાક્ટર સંજયકુમાર ગઢવીએ સંતરામપુરના 8, કડાણાના 2 અને લુણાવાડાના 3 ગામો સહિત કુલ 13 ગામોમાં ગેરરીતિ આચરી હતી. આ કોન્ટ્રાક્ટર પાસેથી સરકારના રૂપિયા 1.83 કરોડ જેટલી માતબર રકમ વસૂલવાની બાકી છે. વડાપ્રધાનના મહત્વના ડ્રીમ પ્રોજેક્ટ પર તત્કાલીન વાસ્મો અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને સરપંચોએ મળીને પાણી ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે.

