Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Safe ride is 'unsafe'! There is a stir as an entire bus is stolen from Balasinore ST depot

VIDEO: મહીસાગરના બાલાસિનોર ST ડેપોમાંથી આખી બસ ચોરાઈ જતા પોલીસ દોડતી થઈ

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : AI IMAGE

VIDEO: મહીસાગર જિલ્લાના બાલાસિનોર એસટી બસ ડેપોમાં સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. એક અજાણ્યો શખસ ડેપોના વર્કશોપમાંથી આખી બસ ચોરી કરી ફરાર થઈ જતા એસટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

App Store

વર્કશોપમાંથી બસની ચોરી!
મળતી માહિતી અનુસાર, બાલાસિનોર એસટી બસ ડેપોમાં આ ઘટના 28મી એપ્રિલની સાંજે બની હતી. એક અજાણ્યો શખસ એસટી ડેપોના વર્કશોપ વિસ્તારમાં પ્રવેશ્યો હતો. ત્યાંથી તે એસટી બસ લઈને ડેપોની બહાર નીકળી ફરાર થઈ ગયો હતો. બસ ગાયબ હોવાની જાણ થતા જ ડેપોના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

પોલીસનું સર્ચ ઓપરેશન
ઘટનાની ગંભીરતા જોતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી બસની શોધખોળ શરૂ કરી હતી. આશરે 3 કલાકની સઘન તપાસ બાદ ચોરી થયેલી બસ કઢૈયા ગામની સીમમાં ઝાડીઓ વચ્ચેથી મળી આવી હતી. આરોપી બસને બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

આ ઘટનાએ એસટી ડેપોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બાલાસિનોર ડેપો મેનેજર દ્વારા આ મામલે અજાણ્યા શખસ વિરુદ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ડેપો અને રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. આરોપી કોણ હતો અને બસ ચોરી કરવા પાછળનો તેનો ઈરાદો શું હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.