Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Nal se Jal scheme scam: 7 employees suspended with immediate effect

Mahisagar news: નલ સે જલ યોજના કૌભાંડમાં 7 કર્મચારીઓ તાત્કાલિક અસરે સસ્પેન્ડ, વેતન પણ અટકાવાયું

Timeછેલ્લું અપડેટ : 10 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Mahisagar news: નલ સે જલ યોજના કૌભાંડમાં 7 કર્મચારીઓ તાત્કાલિક અસરે સસ્પેન્ડ, વેતન પણ અટકાવાયું
સોર્સ : GSTV

મહીસાગર જિલ્લામાં સૌથી મોટા 123 કરોડના નલ સે જલ યોજનામાં થયેલા કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જલ જીવન મિશનમાં અનિયમિતતા બદલ 7 કર્મચારીઓ તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરી દેવાયા છે. આ સાથે પોલીસ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓનું વેતન પણ અટકાવી દેવાયું છે અને હેડક્વાર્ટર છોડવા પર મનાઈ ફરમાવી દેવાઈ છે.

App Store

તપાસના ઘેરામાં આવેલા આસી. મેનેજર અને કો-ઓર્ડીનેટર કક્ષાના કર્મચારીઓ સામે કડક પગલા  લેવાયા છે. આ કાર્યવાહી કરવાનો આદેશ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના યુનિટ મેનેજર દ્વારા બહાર પડાયો છે. 

સસ્પેન્ડ થયેલા 7 કર્મીઓના નામ 

1) ગીરીશ વાળંદ ( આસી.કોઓર્ડીનેટર )

2) નાથાલાલ એલ.ડામોર
( આસી.મેનેજર (સોશિયલ))

3) મહેન્દ્ર બી રાઠોડ
(આસી.મેનેજર (સોશિયલ)

4) જર્નાદન આઇ પટેલ
(આસી.મેનેજર (સોશિયલ))

5) નિકુંજ વાળંદ
(મેનેજર (સોશિયલ))

6) હાર્દિક આર. પટેલ
(આસી.મેનેજર (સોશિયલ))

7) સાયમન સી પરમાર
(આસી.મેનેજર (સોશિયલ))