Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Mahisagar news police arrested the accused who raped an elderly woman in Bakor village

મહીસાગર / બાકોર ગામમાં વૃદ્ધા પર બળાત્કાર કરનાર હવસખોરની ધરપકડ, ગ્રામજનોએ ફાંસી આપવા કરી માંગ

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2024
લાઇવ ટીવીGoogle News
મહીસાગર / બાકોર ગામમાં વૃદ્ધા પર બળાત્કાર કરનાર હવસખોરની ધરપકડ, ગ્રામજનોએ ફાંસી આપવા કરી માંગ

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ગામમાં વૃદ્ધા પર બળાત્કાર કરનાર હવસખોર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ગ્રામજનોએ આ નરાધમને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી છે.

App Store

ગઈકાલે 24 માર્ચે ગામના જ એક હવસખોર જયંતી નામના યુવકે એકલા રહેતા વૃદ્ધા પર બળાત્કાર કર્યો હતો, સાથે જ વૃદ્ધાના શરીર પર છાતીના ભાગે તેમજ ગુપ્તાંગ પર બચકા ભરતા વૃદ્ધાને ગંભીર હલાતે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા. બાકોર પોલીસે FSLની મદદ લઇ આ હવસખોર યુવકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બીજી બાજુ બાકોરના ગ્રામજનોએ ન્યાયની માંગ સાથે બાકોર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ગ્રામજનોના કહેવા મુજબ આરોપી યુવક જયંતીના આતંકનો ભોગ અનેક ગ્રામજનો બન્યા છે. બાકોર વિસ્તારમાં અલગ અલગ ગુનામાં સામેલ આરોપી જ્યંતીને ફાંસી આપવા ગ્રામજનોએ માંગ કરી છે.