Mahisagar news: નલ સે જલ કૌભાંડમાં વાસ્મો કચેરીના ચાર કર્મીઓની ધરપકડ, કોરા લેટરપેડ પર કરાવી હતી ખોટી સહી
મહિસાગરમાં ગાજેલા 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે વાસ્મો કચેરીના ચાર કર્મચારીઓની ધરપકડ કરી છે. મહીસાગરમાં વાસ્મો સંસ્થામાં કામ કરતા કર્મચારીઓઓ પાસે ખાનપુર, લુણાવાડા, કડાણા અને સંતરામપુર તાલુકાનો ચાર્જ હતો. તેઓ સંસ્થામાં લોકો સાથે સંપર્ક કરવો અને સંરપંચને મદદ કરવા જેવી ફરજ બજાવતા હતા. પરંતુ તેમણે સરપંચો પાસે કોરા લેટરપેડ લઈ ફંડની માંગણી કરી હતી અને ખોટી સહીઓ કરી હતી.
આ બાબતે ગત 22 જૂને વાસ્મો યુનિટના મેનેજર ગિરીશ અંગોલાએ બરોડા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે અત્યારસુધીમાં કુલ 22 લોકોની ધરપકડ થઈ છે અને 20 કૌભાંડીઓએ આગોતરા જામીન માટે અરજી કરી છે. જેમાંથી 18 લોકોની અરજીઓ કોર્ટે નામંજૂર કરી છે અને બે લોકોને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે.
ઝડપાયેલા આરોપીઓ
1) ગીરીશકુમાર જયંતિલાલ વાળંદ
2) જનાર્દન ઈશ્વરભાઈ પટેલ
3) મહેન્દ્રકુમાર ભાનુભાઈ રાઠોડ
4) નાથાભાઈ લાલાભાઈ ડામોર

