Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Fear of rain-drawn crops drying up, presentation with five demands of farmers

VIDEO: વરસાદ ખેંચાતા પાક સુકાવાની ભીતિ, ખેડૂતોની પાંચ માંગ સાથે રજૂઆત

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહિસાગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાનપુર તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી વિવિધ પાંચ માંગણીઓ કરવામાં આવી છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે કડાણા ડેમમાંથી પાણી છોડીને ગામોના તળાવો ભરવામાં આવે. આ ઉપરાંત પશુઓ માટે ઘાસચારો ઉપલબ્ધ કરાવવા અને ખેડૂતોનું ધિરાણ માફ કરવાની પણ માંગ કરવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનપુર તાલુકામાં વરસાદના આંકડા વાસ્તવિકતા કરતા અલગ દર્શાવવામાં આવ્યા છે. વરસાદના અભાવે મકાઈ, ડાંગર સહિતના પાક સુકાઈ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ પાકનું સર્વે કરાવી યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે.

App Store