Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / લોકસભા ચૂંટણી 2024 : Vadodara BJP candidate Ranjan Bhatt will not contest the Lok Sabha elections

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ લોકસભા ચૂંટણી નહીં લડે

Timeછેલ્લું અપડેટ : 23 Mar 2024
લાઇવ ટીવીGoogle News
ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ લોકસભા ચૂંટણી નહીં લડે

ગુજરાતના રાજકારણના લોકસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાના ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ ચૂંટણી નહીં લડે. રંજન ભટ્ટે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ચૂંટણી ના લડવાની જાહેરાત કરી છે.

App Store

વડોદરામાં રંજન ભટ્ટ સામે હતી નારાજગી

વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ નારાજગી જોવા મળતી હતી અને પોસ્ટર વોર પણ જોવા મળ્યું હતું. લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી જ્યારે રંજનબેન ભટ્ટનું ઉમેદવાર તરીકે નામ જાહેર થયું ત્યારથી વિરોધ જોવા મળતો હતો. હવે રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરીને અંગત કારણોસર લોકસભા ચૂંટણી ના લડવાની જાહેરાત કરી છે.

આ પહેલા ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ નારાજગી વ્યક્ત કરી હતી જેથી પાર્ટીએ તેઓને ભાજપમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા