લોકસભા ચૂંટણી 2024: કોણ છે શોભનાબેન બારૈયા? જેમને ભાજપે સાબરકાંઠા લોકસભા બેઠક પર બનાવ્યા ઉમેદવાર

લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થતા જ ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષ ઉમેદવાર જાહેર કરવા લાગ્યા છે. ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતની બાકી રહેલી 6 બેઠક પર પણ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ રીતે ભાજપે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. ભાજપે સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયાને ઉમેદવાર બનાવ્યા છે.
પ્રાંતિજના પૂર્વ ધારાસભ્યના પત્નીને ભાજપે બનાવ્યા ઉમેદવાર
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની શિક્ષિકા પત્ની શોભનાબેન બારૈયાને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે સાબરકાંઠા બેઠક પર મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે.
કોણ છે શોભના બારૈયા?
શોભનાબેન બારૈયા પ્રાંતિજના મજરા ગામના વતની છે. શોભનાબેન બારૈયા શિક્ષિકા છે. પ્રાંતિજના બાલીસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. 30 વર્ષથી તેઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને ચૂંટણી લડવા માટે તેમણે રાજીનામું આપ્યું છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાના પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. મહેન્દ્ર બારૈયાએ થોડા સમય પહેલા જ કોંગ્રેસને અલવિદા કહીને કેસરિયો ખેસ પહેર્યો હતો. બારૈયાને પક્ષપલટો ફળ્યો છે. પક્ષપલટુને ટિકિટ અપાતાં મૂળ ભાજપના કાર્યકરોમાં કચવાટ ઉભો થયો છે.
ભાજપે વિવાદને કારણે સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલવા પડ્યા
ભાજપે આ પહેલા સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર ચૂંટણી લડવા માટે ઇનકાર કર્યો હતો.

