Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / લોકસભા ચૂંટણી 2024 : NCP state president Jayant Patel contested from Anand seat

લોકસભા ચૂંટણી: આણંદ બેઠક પરથી NCPના પ્રદેશ પ્રમુખ જયંત પટેલે દાવેદારી કરી, ત્રિકોણીય જંગ જામશે

Timeછેલ્લું અપડેટ : 23 Mar 2024
લાઇવ ટીવીGoogle News
લોકસભા ચૂંટણી: આણંદ બેઠક પરથી NCPના પ્રદેશ પ્રમુખ જયંત પટેલે દાવેદારી કરી, ત્રિકોણીય જંગ જામશે

લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાતમાં રાજકારણ ગરમાયેલું છે. આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર બદલવાની ચર્ચા વચ્ચે હવે NCPના પ્રદેશ પ્રમુખ જયંત પટેલે દાવેદારી કરી છે. આણંદ બેઠક પર કોંગ્રેસે અમિત ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપે મિતેશ પટેલને ટિકિટ આપી છે. આણંદ બેઠક પર NCPએ દાવેદારી નોંધાવતા હવે ત્રિકોણીય જંગ જોવા મળી શકે છે.

App Store

જયંત બોસ્કીની લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત

આણંદ બેઠક પરથી NCPના પ્રદેશ પ્રમુખ જયંત પટેલે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા ફેસબુક પર એક પોસ્ટ દ્વારા જયંત બોસ્કીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જયંત બોસ્કી અજીત પવારની NCP જૂથના પ્રમુખ છે. બીજી તરફ શરદ પવાર જૂથની NCPના પ્રમુખ ચંદુભાઇ વઘાસીયાએ પણ રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આણંદ બેઠક પર ભાજપે મિતેશ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. જયંત બોસ્કી આણંદ બેઠક પર ચૂંટણી લડે તો ભાજપના પાટીદાર મતોનું વિભાજન થઇ શકે છે. જયંત બોસ્કીની દાવેદારીની જાહેરાત બાદ ભાજપની ચિંતામાં વધારો થઇ શકે છે.

આણંદ લોકસભા બેઠકનું સમીકરણ

આણંદ લોકસભા બેઠક આમ તો પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહી છે. ભરતસિંહ સોલંકીના નાના ઇશ્વરસિંહ ચાવડા આ બેઠક ઉપરથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા હતા. ભરતસિંહ સોલંકી 2004 અને 2009 લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર જીતી ચુક્યા છે. જોકે, છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવાર જીતી રહ્યાં છે. ચરોતરમાં પાટીદાર અને ક્ષત્રીયોનું પ્રભુત્વ છે અને તેઓ કોંગ્રેસના વફાદાર રહ્યાં છે.

આણંદ લોકસભા મત વિસ્તાર હેઠળ ખંભાત, બોરસદ, ઉમરેઠ, આણંદ, આંકલાવ, પેટલાદ, સોજીત્રા એમ સાત વિધાનસભા બેઠક આવે છે.