Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / લોકસભા ચૂંટણી 2024 : gujarat-unique-polling-booths-election-staff-is-ordeal gujarati news

ગુજરાતના 11 અનોખા 'પોલિંગ બૂથ', કોઈ જંગલ તો કોઈ ટાપુ પર, ચૂંટણી સ્ટાફની થાય છે અગ્નિપરીક્ષા!

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2024
લાઇવ ટીવીGoogle News
ગુજરાતના 11 અનોખા 'પોલિંગ બૂથ', કોઈ જંગલ તો કોઈ ટાપુ પર, ચૂંટણી સ્ટાફની થાય છે અગ્નિપરીક્ષા!

Lok Sabha Elections 2024 | ગુજરાતમાં એવરી વોટ કાઉન્ટન્ટ્સના અભિગમ સાથે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પરિવહનના અભાવે પહોંચવું મુશ્કેલ છે, ત્યાં મતદાન કરવા માટે પોલિંગ બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં 11 વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્યના ચૂંટણી પંચે તૈયાર કરેલા આ બુથમાં ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ બોટમાં બેસીને બુથ પર પહોંચે છે. ઘણી એવી જગ્યાઓ છે કે, જ્યાં સંદેશા વ્યવહારના કોઈ સાધનો પહોંચતા નથી, માત્ર વાયરલેસ સેટથી સંપર્ક થાય છે.

App Store

અતિ વિશિષ્ટ એવા 11 મતદાન મથકો...

બાણેજ: ગીર સોમનાથના ઉનાનું બાણેજ પોલિંગ બુથ એવું છે કે, જ્યાં મહંત હરિદાસ નિવાસ કરે છે. તેઓ ભગવાન શંકરના પુજારી છે. એક મત માટે 2007થી મથક બનાવવામાં આવેલું છે. મંદિરની નજીક ફોરેસ્ટ ઓફિસમાં બુથ બનાવાયું છે. 

સાપ નેસ બિલિયા: ઉનામાં આવેલું આ બીજું મથક એવું છે કે જ્યાં ગીરની અંદર નાનો નેસ આવેલો છે, જેમાં 2007થી 23 પુરૂષ અને 19 મહિલા મળીને કુલ 42 મતદારો માટે ખાસ તંબુમાં બુથ ઉભું કરાયું છે.

માધુપુર-જાંબુર: ગીર સોમનાથના તલાલા મતવિસ્તારમાં આવેલી આ જગ્યાએ 14 અને 17મી સદી દરમિયાન ભારતમાં આવેલા પૂર્વ આફ્રિકન લોકોના વંશજ સિદ્દીઓ રહે છે. 3515 મતદારો માટે આ જગ્યાએ મતદાન મથક ઉભું કરવામાં આવેલું છે.

શિયાળબેટ ટાપુ: અમરેલી જિલ્લામાં અરબી સમુદ્રમાં આવેલો નાનો ટાપુ છે. આ જગ્યાએ 832 મકાનો છે. બોટ દ્વારા દરિયાઈ માર્ગ સિવાય આ ટાપુને ભૂમિ સાથે કોઈ જોડાણ નથી. ચૂંટણી સાથે સંકળાયેલા 50 ઓફિસરો અહીં પ્રવાસ કરે છે. આ ટાપુમાં 5048 મતદારો હોવાથી પાંચ બુથ ઉભા કરવામાં આવલા છે.

રાઠડા બેટ: મહીસાગરના સંતરામપુરમાં આવેલો આ બેટ કડાણા ડેમના જળાશય વિસ્તારમાં છે, જ્યાં 381 પુરૂષ અને રૂ હિલું મુળ કુલ 725 મતદારો છે. ચૂંટણી પંચે બેટ પર છ બુથ બનાવ્યા છે. પૉલિંગ સ્ટાફ બોટ મારફતે મુસાફરી કરે છે.

ચોપડી: ડેડિયાપાડામાં ગાઢ જંગલ અને આદિવાસી વસતી ધરાવતો આ પર્વતીય વિસ્તાર છે. માત્ર 134 મતદાર માટે બુથ બનાવવામાં આવ્યું છે. પહાડી પ્રદેશો અને જંગલથી ઘેરાયેલી આ જગ્યા છે. 

સાતવિરડા નેસ: પોરબંદરમાં બરડા પર્વતમાળાના જંગલ વિસ્તારમાં ત્રણ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં સાતવિરડા નેસમાં 883, ભૂખબરા નેસમાં 634 અને ખારાવીરા નેસમાં 787 મતદારો છે. પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આ બુથ હોવાથી વહીવટી તંત્ર દ્વારા એએમએફ અને કોમ્યુનિકેશન માટે વિશેષ તૈયારી કરવામાં આવતી હોય છે. સંદેશા વ્યવહારનું એકમાત્ર માધ્યમ વાયરલેસ સેટ છે.

આલિયાબેટ: ભરૂચના વાગરા તાલુકામાં આવેલી આ જગ્યાએ 136 પુરૂષ અને 118 મહિલા મળીને કુલ 254 મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં બુથ ઉભું કરવામાં આવેલું છે.

અજાડ ટાપુ: ખંભાળિયામાં આવેલી આ જગ્યા દરિયા કિનારાથી 10 કિલોમીટર દૂર છે. 40 મતદારો માટે તંબૂમાં બુથ તૈયાર કરવામાં આવ્યું છે. કિલેશ્વર નેસ-ખંભાળિયામાં આવેલું આ સ્થળ બરડા પર્વતના ઉંડા જંગલમાં છે. 516 મતદારો માટે બુથ ઉભું કરવામાં આવે છે. આ બુથનો સંપર્ક કરવાનું એકમાત્ર સાધન વાયરલેસ સેટ છે.

કનકાઈ: વિસાવદર મતવિસ્તારમાં ઉંડા જંગલ વિસ્તારમાં 121 મતદારો માટે મતદાન મથક ઉભું કરવામાં આવે છે. અહીં સંદેશ વ્યવહારનું એકમાત્ર સાધન વાયરલેસ છે.