VIDEO: શિરાચા નજીક કંપની પરિસરમાં અકસ્માત બાદ શ્રમિકોનો આક્રોશ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સોર્સ : gstv
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલી શિરાચા નજીકની મુન્દ્રા પેટ્રોકેમિકલ કંપની (MPL) માં એક અકસ્માતની ઘટના સામે આવી છે. કંપની પરિસરમાં કામગીરી દરમિયાન એક શ્રમિક અકસ્માતે ગંભીર રીતે ઘાયલ થતાં સાથી શ્રમિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા શ્રમિકોના ટોળા દ્વારા મુન્દ્રા નજીક અદાણી સહિતની વિવિધ કંપનીઓના વાહનો પર વ્યાપક પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં અનેક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો. સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી છે.

