VIDEO: Kutch- ભચાઉ હાઈવે પર ટ્રક ભડભડ સળગી ઉઠી, આગ લાગતાં મચી દોડધામ
Kutch Truck Aag: ભચાઉ તાલુકાના ચીરઈ ગામ નજીક હાઈવે પર ટ્રકમાં આગ લાગી. મોડી રાત્રીની આ ઘટના છે. આ ટ્રક કચ્છના મુંદ્રાથી દિલ્હી જઈ રહી હતી. તે દરમિયાન ભચાઉ નજીક આ ઘટના બની. આગ લાગતાં દોડધામ મચી હતી. અને હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ટ્રકમાં લોડ કરાયેલા માલસામાને પણ નુકસાન થયું. ભચાઉ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલીક પહોંચી આગ ઓલવી હતી.

