VIDEO: કચ્છના ખાવડા RE પાર્ક પાસે ત્રિપલ અકસ્માત: 7ના મોત, 22 ઈજાગ્રસ્ત
સોર્સ : gstv
કચ્છના ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક નજીક પિકઅપ વાહન અને બલ્કર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 22 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની ગંભીરતા જોઈ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા અને કલેક્ટર અનિલ રાણાવસિયાએ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી.

