Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Protest against demolition of houses of poor families in Gandhidham

VIDEO: ગાંધીધામમાં ગરીબ પરિવારોના ઘરો તોડવાની કાર્યવાહીનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કચ્છના ગાંધીધામમાં 300 ગરીબ પરિવારોના ઘરો તોડવાની કાર્યવાહી સામે ન્યાયની માંગ સાથે ઓસ્લો રોડ પર ચક્કાજામ કરાયો હતો. બહુજન આર્મીના સ્થાપક લખન ધુવાના સમર્થનમાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બહુજન આર્મીના પ્રમુખ વીરૂ પરમાર સહિતના કાર્યકરોએ માર્ગ રોકવાનો પ્રયાસ કરતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે ચક્કાજામ કરી રહેલા કાર્યકરોને ડિટેન કરી પોલીસ મથકે લઈ ગઈ હતી. કાર્યકરોને ડિટેન કર્યા બાદ ઓસ્લો રોડ પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરાયો હતો. જોકે, 300 ગરીબ પરિવારોના ઘરો તોડવાની કાર્યવાહી સામે કાર્યકરોનો વિરોધ યથાવત છે.

App Store