VIDEO: કચ્છમાં ૧૫ દિવસના ગુપ્ત ઓપરેશન બાદ કુખ્યાત બુટલેગર રાસુભા સોઢાની ઝડપી ધરપકડ
સોર્સ : gstv
પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે ૬ વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ કુખ્યાત બુટલેગર રાસુભા સોઢાને ઝડપી પાડ્યો છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ એસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે 'ઓપરેશન ખોજ' હાથ ધર્યું હતું. સતત લોકેશન બદલતા આરોપીને પકડવા પોલીસે માલધારીનો વેશ ધારણ કરીને જંગલ વિસ્તારમાંથી ૧૫ દિવસના ઓપરેશન બાદ તેને દબોચી લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી કરોડો રૂપિયાના ગેરકાયદે દારૂના નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હતો.આરોપી સામે નલિયા, પધ્ધર, દયાપર, નખત્રાણા અને પ્રાગપર સહિતના પોલીસ મથકોમાં ૩૭ જેટલા ગુના નોંધાયેલા છે અને તે ૯ ગુનામાં ફરાર હતો.

