VIDEO: ગાંધીધામમાં મનપાની ઘોર બેદરકારી સામે આવી, સેક્ટર 1માં જોખમી જર્જરિત ઇમારતની છત તૂટી પડી
સોર્સ : gstv
ગાંધીધામ શહેરમાં સેક્ટર એક વિસ્તારમાં આવેલી એક અત્યંત જર્જરિત ઇમારતની છત અચાનક તૂટીને નીચે ધરાશાયી થઈ હતી. મનપાના સત્તાધીશો માત્ર નોટિસો આપીને સંતોષ માની રહ્યા છે અને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગાંધીધામ શહેરમાં હાલ પણ ૧૭૦ કરતા વધુ જોખમી અને જર્જરિત ઇમારતો લટકતી તલવાર સમાન ઉભેલી છે. આ ગંભીર સ્થિતિને લઈને કોંગ્રેસ તેમજ સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે અને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે જો કોઈ મોટી જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે?

