ડાકોર: પૌરાણિક મંદિરમાં શનિ દેવની પ્રતિમાને અજાણ્યા શખ્સોએ કરી ખંડિત, દાનપેટી તોડીને કરી ચોરી

ગુજરાતમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધી રહ્યો છે, છેલ્લા ઘણાં દિવસોથી રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સુરત, વડોદરા, ભરૂચ અને કચ્છ બાદ હવે ખેડાના યાત્રાધામ ડાકોરમાં અસામાજિક તત્ત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ડાકોરમાં આવેલા પૌરાણિક મંદિરમાં શનિ દેવની પ્રતિમાને ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે. આ સાથે જ મંદિર પરિસરમાંથી દાનપેટી તોડી રોકડા રૂપિયા સહિતની ઘણી બધી વસ્તુઓ ગાયબ થઈ છે.
ખેડા SP, SOG સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી
મંદિરનું તાળું તોડીને ચોરીની અને અન્ય હિન પ્રવૃતિ કરાઈ હોવાની સ્થાનિકોની શંકા છે. અજાણ્યા શખ્સો પર સ્થાનિકોએ શંકા વ્યક્ત કરી હકી. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલો સામે આવતા ખેડા SP, SOG સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
સીસીટીવી ફુટેજના આધારે ઘટનાની તપાસ શરૂ કરી
સમગ્ર મામલાની ગંભીરતા જોઈને પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસની ટીમ FSLની પણ મદદ લેશે.પોલીસ સીસીટીવી ફુટેજના આધારે ઘટનાની તપાસ શરૂ કરી છે.

