Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Ten year old boy dies after being hit by car on Ahmedabad-Indore highway

ખેડા : અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કારે ટક્કર મારતા 10 વર્ષના બાળકનું કરૂણ મોત

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2024
લાઇવ ટીવીGoogle News
ખેડા : અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કારે ટક્કર મારતા 10 વર્ષના બાળકનું કરૂણ મોત

Kheda News : ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાંથી પસાર થતા અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર કારે ટક્કર મારતા 10 વર્ષના બાળકનું કરૂણ મોત થયું છે. 

App Store

આ ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા દાદાજી પાટિયા નજીક દારાખાંટના મુવાડામાં રહેતો ઝાલા રવિભાઈ અશ્વિનભાઈ નામનો આશરે 10 વર્ષનો બાળક  રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે SUV કાર નંબર GJ-27-EE-6152ના ચાલકે કારને ઓવરસ્પીડમાં ચલાવી આ બાળકને અડફેટે લીધો હતો. 

આ ઘટનામાં બાળકનું ઘટનાસ્થળે મોત થયું હતું. ઘટના બાદ લોકોના ટોળા હાઈવે પર ભેગા થઇ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.