Video: ખેડા તાલુકામાં પૈસા બાબતે થયેલા ઝઘડામાં પુત્રએ પિતાની કરી ઘાતકી હત્યા, આરોપીની અટકાયત
સોર્સ : GSTV
ખેડા તાલુકાના ખુમારવાડ ગામના લક્ષ્મીપુરાની મોટી રાયન વિસ્તારમાં નાની બોલાચાલીમાં પુત્રએ પિતાને મોતને ઘાટ ઉતારી નાખતા ચકચાર મચી છે. ખેડા ટાઉન પોલીસે આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પૈસા ન આપતા પિતાને પતાવી દીધો
પ્રાપ્ત માહિતી મુજબ ખેડા તાલુકાના ખુમારવાડ ગામમાં શંભુભાઈ સોઢાએ તેમના પિતા બુધાભાઈ પાસેથી પૈસા માગ્યા હતા. બુધાભાઈએ પૈસા ન આપતા રસ્તામાં ઝાડી વિસ્તારમાં લઇ જઈ પુત્રએ તેમને લાકડાના હાથા વડે તાબડતોડ ફટકા મારીને તેમના હાથ પગ તોડી નાખ્યા અને મોઢાના ભાગ ઉપર ફટકા મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જે બાદ રસ્તાના અભાવે તેઓને સમયસર સારવાર ન મળતા તેઓનું મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા ખેડા ટાઉન પોલીસે ઘટનાસ્થળે દોડી આવી આરોપીની અટકાયત કરી હતી.

