VIDEO: ઠાસરાના ધારાસભ્ય વિરુદ્ધ બિભત્સ ભાષાનો ઉપયોગ કરવા બદલ પોલીસ ફરિયાદ
સોર્સ : gstv
ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર બિભત્સ ભાષાનો ઉપયોગ કરવા બદલ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મીઠાપુરા ગામના યુવક દ્વારા ઇન્સ્ટાગ્રામ પરથી વિડિયો પોસ્ટ કરાયો હોવાનો આક્ષેપ છે. ૧૭ સપ્ટેમ્બરે વાયરલ થયેલા આ વિડિયો બાદ ધારાસભ્યના સોશિયલ મીડિયા હેન્ડલરે આગેવાનો અને કાર્યકરોને જાણ કરી હતી. જનકભાઈ ગોહેલની ફરિયાદના આધારે ડાકોર પોલીસે મીઠાપુરાના બિન્દેશભાઈ લક્ષ્મણસિંહ ચાવડા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

