VIDEO: કપડવંજ: ફતિયાવાદ નર્મદા નહેરમાં ઝંપલાવનાર મહિલાનો ચમત્કારિક બચાવ, સ્થાનિકોએ દેખાડી ત્વરિત સૂઝબૂઝ
સોર્સ : gstv
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં અગમ્ય કારણોસર મહિલાએ ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો….ઘટના સમયે ઉપસ્થિત સ્થાનિક જાગૃત નાગરિકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક પાણીમાં સાડી ફેંકી હતી, જેના સહારે મહિલાનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાં જ કપડવંજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલાની પૂછપરછ હાથ ધરીને તેણે નહેરમાં કેમ ઝંપલાવ્યું હતું તે અંગેની તપાસ શરૂ કરી છે.....

