Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Improve performance, or be prepared to sit at home: Collector's warning

VIDEO:કામગીરી સુધારો, નહીં તો ઘરે બેસવા તૈયાર રહો: કલેક્ટરની ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ખેડા જિલ્લા કલેક્ટરે છેવાડાના ઠાસરા તાલુકાના જેસપુરા ગામની મુલાકાત લીધી હતી, જ્યાં સરકારી તંત્રની પોલ ખૂલી જતાં કલેક્ટરે જાહેરમાં જ અધિકારીઓનો ઉધડો લીધો હતો. શિક્ષણનું સ્તર કથળતાં કલેક્ટર લાલઘૂમ થયા હતા. કામગીરી સુધારો, નહિતર ઘરે બેસવા તૈયાર રહો! તેમ કહી અધિકારીઓને તતડાવ્યા હતા. ​મંચ પરથી જ કલેક્ટરે ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણના નીચા સ્તર અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. શિક્ષણ વિભાગની ઝાટકણી કાઢીને તાત્કાલિક સુધારો કરવા આદેશ આપ્યા હતા. ​કલેક્ટરે માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ ગામડાના વિકાસ કામો, આરોગ્ય, ભૂ-ખનન અને અન્ન પુરવઠા વિભાગની કામગીરીના ચોપડાઓ પણ સ્થળ પર જ તપાસ્યા હતા.

App Store