Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Former US President's wife Hillary Clinton became a guest of Nadiad

Video: પૂર્વ US પ્રમુખના પત્ની હિલેરી ક્લિન્ટન નડિયાદના મહેમાન બન્યા, ઓર્ગેનિક ખેતી વિશે મેળવી માહિતી

Timeછેલ્લું અપડેટ : 21 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પૂર્વ અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી ક્લિન્ટન ખેડામાં નડિયાદના આનંદપુરા ગામની મુલાકાત લીધી હતી. આનંદપુરા પ્રાથમિક શાળા નજીક કાર્યરત SEWA સંસ્થાની મુલાકાત લીધી હતી. સેવા સંસ્થા દ્વારા મહિલા ઉત્કર્ષ સાથે ગ્રીન એનર્જીનો ઉપયોગ કરી ગ્રામ્ય જીવનમાં વપરાશના સાધનોમાં ઊર્જાનો સદુપયોગ કરીને સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ટિંડોળાના ફાર્મની મુલાકાત લઈ ઓર્ગેનિક ખેતી દ્વારા તૈયાર કરવામાં આવેલા કાચા ટિંડોળાને પકવવા સહીતની માહિતી મેળવી હતી. 

App Store

હિલેરી ક્લિન્ટન સાથે અન્ય દેશોના 35થી વધુ પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણમિત્ર જીવનશૈલીને પ્રોત્સાહિત કરવાનો સેવા સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે. મહિલાઓને રોજગારી આપી તેમને પગભર બનાવવામાં આવે છે તેમજ ગ્રીન એનર્જીથી ચાલતા ઉપકરણો બનાવી ગ્રામસ્તરે પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.