Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Fearing that the young man has drowned in the farm, the fire brigade started a search on a war footing!

VIDEO: ખેડાના કાંસમાં યુવક ડૂબ્યો હોવાની આશંકાએ ફાયર બ્રિગેડે યુદ્ધના ધોરણે શરૂ કરી શોધખોળ!

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા શહેરના મુખ્ય માર્ગ નજીક આવેલા કાંસમાં એક યુવક ડૂબી ગયો હોવાની આશંકા સર્જાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સતત શોધખોળ હાથ ધરી હતી. છેલ્લા કેટલાક કલાકોથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હોવા છતાં હજુ સુધી યુવકનો કોઈ પત્તો સાંપડ્યો નથી. ઘટનાસ્થળે સ્થાનિક પોલીસ, વહીવટી તંત્ર અને પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહીને બચાવ કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. આ અણધારી ઘટનાને પગલે કાંસ કિનારે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા છે અને સમગ્ર વિસ્તારમાં ગંભીર ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News