Kheda: નડિયાદમાં "વોટ ચોરી" મુદ્દે કોંગ્રેસની રેલી, 100થી વધુ કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત
સોર્સ : gstv
ખેડા જિલ્લાના નડિયાદમાં સ્વાતંત્ર્ય દિવસના દિવસે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા "વોટ ચોરી" મુદ્દાને લઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ રેલીને પોલીસે સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે અટકાવી દીધી હતી. પોલીસે આ રેલીમાં સામેલ 100થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી અને તેમને જવાહર નગર પોલીસ ચોકી લઈ જવાયા હતા.
આ ઘટના દરમિયાન પોલીસે જવાહર નગર પોલીસ ચોકીના દરવાજા બંધ કરી દીધા હતા અને મીડિયાને કવરેજ કરવાથી રોક્યા હતા. મહિલા પીએસઆઈ ટી.એલ. માલ દ્વારા પત્રકારોને પોલીસ સ્ટેશનમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને કોંગ્રેસે લોકશાહીના હનનનો આક્ષેપ લગાવ્યો છે.

