VIDEO: કામદારોના હક્કો માટે ભારતીય મજદૂર સંઘ મેદાનમાં
સોર્સ : gstv
ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા કામદારોના વિવિધ પ્રશ્નોને લઈને સમગ્ર ગુજરાતમાં જિલ્લા કલેક્ટર કચેરીઓ ખાતે રેલી, ધરણા અને આવેદનપત્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંગઠને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા, PF અને ESIની મર્યાદા વધારવા તેમજ ગ્રેજ્યુઇટીની ગણતરી 15 દિવસને બદલે 30 દિવસ મુજબ કરવાની માંગ કરી છે. બેન્ક કર્મચારીઓ માટે પાંચ દિવસનું અઠવાડિયું કરવા અને ચાર લેબર કોડમાંથી બે લેબર કોડમાં જરૂરી સુધારા કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો દેશવ્યાપી ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ભારતીય મજદૂર સંઘે ઉચ્ચારી છે.

