VIDEO: નડિયાદમાં 60 કોન્ટ્રાક્ટ કામદારો છૂટા કરાતા રોષ
સોર્સ : gstv
નડિયાદની પ્રખ્યાત રિયલ નમકીન કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા આશરે 60 કામદારોને છૂટા કરાયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કામદારોના જણાવ્યા મુજબ, તહેવારો નજીક એક જ દિવસની કારણદર્શક નોટિસ આપ્યા બાદ તેમને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. યશવી એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટર પ્રકાશ પરમાર હેઠળ કામ કરતા કર્મચારીઓ છેલ્લા 15 વર્ષથી રિયલ નમકીનમાં કોન્ટ્રાક્ટ આધારિત સેવા આપતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એકસાથે 60 જેટલા કામદારોને છૂટા કરાતા રોષ જોવા મળી રહ્યો છે. કામદારોએ સમગ્ર મામલે તપાસ કરી તેમના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી છે.

