VIDEO: કપડવંજમાં રતવાની દવાના નામે ગેરકાયદે દવાનું મોટું કૌભાંડ ઝડપાયું
સોર્સ : gstv
ખેડા જિલ્લાના કપડવંજમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડો. સોનીના દવાખાના પર દરોડા પાડી ગેરકાયદે દવાનું મોટું કૌભાંડ પકડવામાં આવ્યું છે. તપાસમાં BHMS તબીબ ડો. શુભમ સોની અમદાવાદથી વિટામિન B-કોમ્પલેક્સ લાવી, કોઈપણ લાયસન્સ કે લેબલ વગર ૧૦૦ મિલી લીટરની બોટલમાં રીપેકિંગ કરી બાળકો માટે રતવાની દવા તરીકે વેચતા હોવાનું ખુલ્યું હતું....તંત્રએ સ્થળ પરથી ૧૬૦ ભરેલી અને ૧૦૦૦ ખાલી બોટલો સહિત કુલ 66 હજાર 400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી દવાના નમૂના પૃથક્કરણ અર્થે મોકલ્યા છે. તંત્ર દ્વારા વાલીઓને છ માસથી નાના બાળકોને ડોક્ટરની સલાહ વગર આવી દવાઓ ન આપવા વિશેષ અપીલ કરાઈ છે.

