Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : 3.50 crore road and protection wall work from Simalj to Podwania, anger of villagers

VIDEO: સિમલજથી પોડવાણીયા સુધીના ૩.૫૦ કરોડના રોડ અને પ્રોટેકશન દિવાલના કામમાં ગ્રામજનોનો રોષ

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઠાસરા તાલુકાના છેવાડાના સિમલજથી પોડવાણીયા ગામ સુધી રૂ. ૩ કરોડ ૫૦ લાખના ખર્ચે બનેલા આર.સી.સી. રોડ અને પૂર પ્રોટેક્શન દિવાલના નવીનીકરણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, તળાવ પર બનાવવામાં આવેલી પૂર પ્રોટેક્શન દિવાલમાં માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં મોટી તિરાડો પડી ગઈ છે અને મુખ્ય જગ્યાએ કામ પણ અધૂરું છોડી દેવાયું છે. ગ્રામજનોનો દાવો છે કે આ રોડ અને દિવાલના નિર્માણમાં નિમ્ન કક્ષાના સળિયા, માટી વાળી રેતી અને હલકી કક્ષાના સિમેન્ટનો બેફામ વપરાશ કરવામાં આવ્યો છે, જેને લઈને ગામલોકોએ સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરતાં તેમણે સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું. આ હલકી ગુણવત્તાના કામ અંગે પોડવાણીયા ગામના રહીશોએ 'આર એન્ડ બી પંચાયત' વિભાગમાં લેખિત અરજી અને મૌખિક રજૂઆતો કરી તંત્ર સામે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો છે અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે.

App Store