Video: કપડવંજના 33 શ્રદ્ધાળુઓ ભૂ સ્ખલનને કારણે કેદારનાથમાં ફસાયા, તંત્રએ સલામત સ્થળે ખસેડ્યા
સોર્સ : GSTV
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર ભૂ સ્ખલનને કારણે લોકો ફસાયા છે, ત્યારે ખેડા જિલ્લાના કપડવંજનાં 33 શ્રદ્ધાળુઓ કેદારનાથ દર્શન કરવા જતાં ભૂ સ્ખલનને કારણે ફસાયા હતા. કપડવંજથી 50 થી વધુ લોકો બદ્રીનાથ કપડવંજના કથાકાર વિનોદકુમાર શાસ્ત્રીની કથામાં ભાગ લેવા ગયા છે. ત્યારે કેદારનાથ-બદ્રીનાથ પાસે નંદપ્રયાગ રોડ પર ભૂ સ્ખલન થતા 33 લોકો ફસાયા હતા. હાલ સ્થાનિક તંત્રએ તમામને સલામત સ્થળે ખસેડયા છે અને જેસીબી દ્વારા રોડ ક્લિયર કરવાની કામગીરી થઈ રહી છે.

