VIDEO: માળીયાહાટી અને માંગરોળ તાલુકામાં વરસ્યો ભારે વરસાદ, નદીઓમાં આવ્યા ઘોડાપૂર
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદથી પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાઈ છે. ત્યારે બીજી તરફ જૂનાગઢના માળીયાહાટી અને માંગરોળ તાલુકામાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે.
માંગરોળની નોળી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ
ભારે વરસાદ વરસવાને કારણે માંગરોળની નોળી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે.ભારે વરસાદના કારણે અનેક ગામમાં વરસાદી પાણી ભરાયા છે, જ્યારે વોકળા અને નાના-મોટા જળાશયોમાં પણ પાણીની આવકમાં વધારો નોંધાયો છે..
હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા દર્શાવી
હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા દર્શાવી છે, કારણ કે વાતાવરણમાં ભેજ અને ઉકળાટને લીધે મેઘવર્ષા ચાલુ રહેવાની સંભાવના છે. તાલુકા તંત્રે નદી, ડેમ અને વોકળા જેવા જળાશયોની નજીક અવરજવર ન કરવાની અપીલ કરી છે. બેઠા કોઝવે અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા પણ સૂચના આપવામાં આવી છે. તંત્રે ગ્રામજનોને સુરક્ષા માટે સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

