VIDEO: જૂનાગઢમાં દીપડો ન પકડાતા ઉપરકોટ કિલ્લો સતત ત્રીજા દિવસે બંધ
સોર્સ : gstv
જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાયા બાદ આજે સતત ત્રીજા દિવસે કિલ્લો પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. બે દિવસ અગાઉ ઉપરકોટ કિલ્લા પરિસરમાં દીપડો દેખાતા વન વિભાગ દ્વારા તેને પકડવા માટે વિવિધ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી દીપડો વન વિભાગની પકડમાં આવ્યો નથી. સાતમ-આઠમના તહેવારો નજીક હોવાથી ઉપરકોટ કિલ્લા સહિત જૂનાગઢના વિવિધ પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટવાની શક્યતા છે. ત્યારે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા ઉપરકોટ કિલ્લો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દીપડો પકડાય ત્યાં સુધી કિલ્લો પ્રવાસીઓ માટે બંધ રહેશે.

