Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : "TP Scheme is against the 1976 Act", Jhanjarda farmers stage a protest against the authorities

VIDEO: "TP સ્કીમ 1976ના કાયદા વિરુદ્ધ છે", ઝાંઝરડાના ખેડૂતોનો સત્તામંડળ સામે મોરચો

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જૂનાગઢના ઝાંઝરડા ગામના સીમ વિસ્તારમાં અમલી બનાવાયેલી ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર-5 સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ સ્કીમ 1976ના કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ છે અને તેનાથી અનેક જમીન માલિકો પાયમાલ થઈ જશે. આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ જૂનાગઢ શહેર વિકાસ સત્તામંડળની કચેરીએ પહોંચી લેખિત વાંધા રજૂ કર્યા હતા. ખેડૂતોએ માંગ કરી છે કે પ્રક્રિયાની સમજૂતી સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવે, કારણ કે જટિલ ટેકનિકલ શબ્દોથી તેમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, અધિકારીઓએ જણાવ્યું કે વાંધા અરજીઓ માટે 27 એપ્રિલ 2026 સુધીનો સમય અપાયો છે, જેના પર કમિટી વિચારણા કરી સરકારને રિપોર્ટ સોંપશે. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન વધુ તેજ કરવામાં આવશે.

App Store
ટોપિક્સ:junagadh newsgstv news