'ઘરે રહેજો કોઈ પ્રશ્ન પૂછવા આવે તો કહેજો મને', જુનાગઢના કેશોદમાં ખેડૂતે ગોપાલ ઇટાલિયાને તતડાવ્યા!
ગુજરાતના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં જૂનાગઢના કેશોદમાં જનસભા દરમિયાન ગ્રામજનોએ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને આકરા સવાલો કર્યા હતા.તો બીજી તરફ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પણ ગ્રામજનોને સાંભળ્યા હતા. ખેડૂતોએ નેતા ગોપાલ ઈટાલિયાને જાહેર સભામાં આકરા સવાલો પૂછ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ જવાબ આપ્યા હતા.
આપના નેતા પ્રવિણ રામની ઘેડ બચાવો યાત્રા
આપના નેતા પ્રવિણ રામની ઘેડ બચાવો યાત્રા ચાલી રહી છે.આ યાત્રા જ્યારે કેશોદ પહોંચી તો તેમના વિસાવદરથી આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પણ જોડાયા હતા.જોકે જાહેર સભામાં જ ગ્રામજનોએ ગોપાલ ઈટાલિયાને સવાલ પૂછ્યો હતો. ગોપાલ ઈટાલિયાએ ગ્રામજનોને સાંભળી જવાબ પણ આપ્યો હતો.
પ્રવીણ રામ દ્વારા ઘેડ બચાવો પદયાત્રાનું આયોજન
આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ દ્વારા ઘેડ બચાવો પદયાત્રાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ગત રોજ બગસરામાં સભા હતી. પરંતુ બગસરા ખાતેની સભા રદ કરવાના પ્રયાસો થયા હોવાના આરોપ છે. બગસરાની પ્રવીણ રામની ઘેડ બચાવો પદયાત્રામાં મનોજભાઈ સોરઠિયા અને બ્રીજરાજભાઈ સોલંકી હાજર રહ્યા હતા.
આપનેતા પ્રવીણ રામની ખેડૂતો માટેની પદયાત્રાને ભાજપ છેલ્લા ત્રણ દિવસથી રોકવાનો પ્રયત્ન કરી રહી છે, રાત્રી રોકાણ રદ કરાવી રહી છે,સભામા લોકોને ના આવે એટલે ધમકીઓ આપી રહી છે, છેલ્લા ત્રણ દિવસથી હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહ્યા છે, સભામા માણસો મોકલી બબાલ કરાવી રહી છે એવો આપ નેતાઓનો દ્વારા આક્ષેપ થયો હતો.

