VIDEO: ગિરનારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે સાસણની સ્પેશિયલ ટ્રેકર ટીમ તૈનાત, વન વિભાગ એક્શન મોડમાં
સોર્સ : gstv
જૂનાગઢના ગિરનાર સીડી માર્ગ પર યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને માનવ-વન્યજીવ સંઘર્ષ રોકવા વન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન અને પર્યાવરણ મંત્રીની બેઠકના માર્ગદર્શન બાદ, સાસણ વન્યજીવ વિભાગની વન્યપ્રાણીઓ પર નજર રાખતી ખાસ અનુભવી ટ્રેકર ટીમ ગિરનાર ખાતે તૈનાત કરી દેવાઈ છે. કાયમી ટ્રેકરોની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સાસણની આ એક્સપર્ટ ટીમ ગિરનારના સમગ્ર સીડી માર્ગ અને સંવેદનશીલ વિસ્તારોમાં ચોવીસ કલાક સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરશે. આ સાથે જ, પ્રવાસીઓમાં જાગૃતિ લાવવા ગિરનાર નવી સીડીના પ્રવેશદ્વાર પર એલ.ઈ.ડી. ડિસ્પ્લે દ્વારા વન્યજીવ અભયારણ્યના નિયમો અને સૂચનાઓનું સતત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

