VIDEO: જૂનાગઢના મેંદરડામાં વીજ કરંટ લાગતાં દાહોદના પીજીવીસીએલ કર્મચારીનું કરૂણ મોત નિપજ્યું
સોર્સ : gstv
જૂનાગઢના મેંદરડામાં વીજ કરંટ લાગવાના કારણે પીજીવીસીએલના એસિસ્ટન્ટ લાઈનમેન આર.સી. માલનું કરૂણ મોત નિપજ્યું છે. ગત રાત્રે આશરે ૧૧ વાગ્યે વીજળીનો ફોલ્ટ સરખો કરવા ગયેલા કર્મચારી સરદાર ફીડર બંધ સમજી ભૂલથી ગુંદાળા ફીડરની ચાલુ લાઈન પર ચડી જતાં ગંભીર શોર્ટ લાગ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને ૧૦૮ મારફતે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાતાં સવારે ૫ વાગ્યે તેને મૃત જાહેર કરાયો હતો. મૂળ દાહોદના સંતરામપુરના વતની એવા મૃતકના પરિવારે આ ઘટના અંગે ભારે વિરોધ નોંધાવ્યો છે. પરિવારે બેદરકારો સામે પોલીસ ફરિયાદની માંગણી કરી છે અને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

