Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Passengers stranded due to technical glitch in flight at Keshod airport

કેશોદ એરપોર્ટ પર ફલાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરો રઝળી પડયાં

Timeછેલ્લું અપડેટ : 07 Mar 2025
લાઇવ ટીવીGoogle News
કેશોદ એરપોર્ટ પર ફલાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરો રઝળી પડયાં

જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ પર મુંબઈ જવા નીકળેલા 30 મુસાફરોને આજે કડવો અનુભવ થયો હતો. મુસાફરોએ ટિકિટ બુકિંગ કર્યા પછી એલાયન્સ એર દ્વારા બે વાર સમયમાં ફેરફાર કર્યા હતા. જેથી સાંજે ચાર વાગ્યે ઉડનારી ફલાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જે ચાર કલાક વીત્યા છતાં કોઈ જવાબ ન મળતા આખરે મુસાફરો રોષે ભરાયા હતા.

App Store

કેશોદ એરપોર્ટ પર ફલાઈટ આખરે રિપેર ન થતા મુસાફરો અકળાયા હતા. આટલું ઓછું હોય તેમ યુએસના પ્રવાસીઓએ કેશોદ એરપોર્ટ પર કોઈ સુવિધા ન હોવાનું કહીં કેશોદ એરપોર્ટ પર બોર્ડિંગ ન કરાવવા અપીલ કરી હતી. અંતે મુસાફરોએ સિવિલ ઓથોરિટી સુધી ફરિયાદનું જણાવ્યું હતું. એલાયન્સ એર ફલાઈટમાં વારંવાર ટેક્નિકલ ખામી સર્જાતા રદ્દ કરાતી હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત 30 જેટલા મુસાફરો રઝળી પડતા કેશોદ એરપોર્ટ ઓથોરિટીએ એલાયન્સ એરને મુસાફરો માટે અન્ય વ્યવસ્થા કરવાં જણાવ્યું હતું.