Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Maheshgiri leaves via chartered plane amid claims of ban on Mahakumbh

મહાકુંભમાં પ્રતિબંધના દાવાઓ વચ્ચે મહેશગીરી ખાસ ચાર્ટર પ્લેન મારફતે પ્રયાગરાજ માટે રવાના

Timeછેલ્લું અપડેટ : 08 Feb 2025
લાઇવ ટીવીGoogle News
મહાકુંભમાં પ્રતિબંધના દાવાઓ વચ્ચે મહેશગીરી ખાસ ચાર્ટર પ્લેન મારફતે પ્રયાગરાજ માટે રવાના

જૂનાગઢમાં સાધુઓ વચ્ચેનો વિવાદ ઉકેલાવાને બદલે દિવસેને દિવસે વધુ વકરતો જાય છે. તો મહાકુંભમાં પ્રવેશ બાબતે મહેશગીરી પર પ્રયાગરાજમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એવામાં આ દાવા વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે કે ભુતનાથના મહંત મહેશગીરી પ્રયાગરાજના કુંભમાં સ્નાન કરવા ‌માટે રવાના થઈ ગયા છે.

App Store

આ પણ વાંચો : જુનાગઢમાં ફરાર આરોપીને પકડવા જતાં PI સાથે ઝપાઝપી, 8 સામે ફરિયાદ

તાજેતરમાં જ મહાકુંભમાં મહેશગીરી પર પ્રતિબંધની વાતો વહેતી થઈ હતી. એવામાં મહેશગીરી ખાસ ચાર્ટર પ્લેન મારફત કેશોદથી કુંભમાં જવા રવાના થઈ ચુક્યા છે. જેને જોઈ સૌ કોઈ સ્તબ્ધ થઈ ચુક્યા છે. મહેશગીરી કેશોદથી ખાસ પ્લેન મારફત પ્રયાગરાજ પહોંચશે અને પોતાના જન્મ દિવસે સ્નાન કરશે. કુંભમાં જતા સમયે હરીગીરી સામે ખોટી વાતો કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.