VIDEO: સૌરાષ્ટ્રમાં સિંહોનો વિસ્તાર વધ્યો, 11 લાયન કોરિડોરની ઓળખ
સોર્સ : gstv
ગુજરાતનું ગૌરવ એવા એશિયાટીક સિંહો હવે ગીર પૂરતા સીમિત ન રહેતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં મુક્તપણે વિહરી રહ્યા છે. સિંહોની સુરક્ષિત અવરજવર અને કુદરતી વિસ્તાર જળવાઈ રહે તે માટે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં 11 મુખ્ય લાયન કોરિડોરની ઓળખ કરવામાં આવી છે. આ કોરિડોર ગીરના મુખ્ય જંગલને અન્ય અભયારણ્યો અને વન્ય વિસ્તારો સાથે જોડે છે, જેના કારણે સિંહો તેમજ અન્ય વન્યજીવોને સુરક્ષિત માર્ગ અને રહેઠાણ મળી રહ્યું છે. ગીર આસપાસના સંરક્ષિત વિસ્તારોના કારણે સિંહો મિતીયાળા, પાનિયા અને ગીરનાર જેવા વિસ્તારોમાં પણ સફળતાપૂર્વક સ્થાયી થયા છે. સિંહોની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને આ 11 કોરિડોરનું સંરક્ષણ અને પુનઃસ્થાપન લાંબા ગાળાના સિંહ સંરક્ષણ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

