Junagadh news: મહાશિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન કરાશે, વિદેશી મહેમાનોને અપાશે આમંત્રણ

સોર્સ : gstv
ગુજરાતના જૂગાઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં જૂનાગઢમાં આ વર્ષે મહાશિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મહા શિવરાત્રીનો મેળો યોજાશે. મેળાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા જેવું આયોજન કરવાનો પ્લાન છે.
આ વર્ષે વિદેશથી સેલિબ્રિટીઓને આમંત્રણ આપવામાં આવે તેવી ગણતરીઓ
આ વર્ષે વિદેશથી સેલિબ્રિટીઓને આમંત્રણ આપવામાં આવે તેવી ગણતરીઓ છે. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં સાધુ સંતો સાથે સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં તેમના અનુભવોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. જોકે હજુ પણ મેળાના આયોજનને લઇ ઘણી બેઠકો યોજાશે.

