Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Haji Ramkadu's reaction after attempt to remove name from voter list

Video: મતદાર યાદીમાંથી નામ કમી કરવાના પ્રયાસ બાદ હાજી રમકડુંની પ્રતિક્રિયા, કોર્પોરેટરે કર્યો લૂલો બચાવ

Timeછેલ્લું અપડેટ : 27 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પદ્મશ્રી હાજી રમકડુંનું નામ મતદારયાદીમાંથી કમી કરવાના પ્રયાસ કરતા ચકચાર મચી છે. ભાજપના નગરસેવક સંજય મણવરે જ આ અંગેની અરજી કરી હતી, જે બાદ આ અંગે હાજીભાઈની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું હતું કે હું  વોર્ડ નંબર 8માં મતદાર તરીકે વર્ષોથી વસવાટ કરું છું. આ કૃત્યથી મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર આ બાબતે ધ્યાન આપે અને ફરીવાર આવું ન થાય.  

App Store

બીજી તરફ અરજી કરનાર ભાજપના નગરસેવકે લુલો બચાવ કર્યો છે. સંજય મણવરે દાવો કર્યો કે તેમનું નામ આધારકાર્ડમાં મીર હાજીભાઈ છે, જ્યારે મતદાર યાદીમાં રાઠોડ હાજીભાઈ છે. તેમની મતદાર યાદીના નામ મુજબ કોઈ તેનો દુરુપયોગ ન કરે તે માટે ફોર્મ 7 રજૂ કર્યો હોવાનો દાવો કરાયો છે. હાજીભાઈ અમારું ઘરેણું છે અમે તેમનું નામ કાઢવા ક્યારેય પ્રયાસ ન કરીએ.