VIDEO: ગિરનાર સિંહ હુમલો નર સિંહની ઊલટીમાંથી મળ્યા બાળકના અવશેષો
સોર્સ : gstv
જૂનાગઢના ગિરનાર સીડી માર્ગ પર સિંહે બાળકને ફાડી ખાવાની કમનસીબ ઘટનામાં વન વિભાગની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રસ્તો ક્રોસ કરી રહેલા ત્રણ સિંહોને વન વિભાગ, સાસણ અને સામાજિક વનીકરણની ૬૦-૭૦ લોકોની ટીમે ટ્રાન્ક્યુલાઇઝ કરી સક્કરબાગ ઝૂ ખસેડ્યા હતા. જ્યાં પરીક્ષણ દરમિયાન એક નર સિંહની ઊલટીમાંથી તેમજ જંગલના અલગ-અલગ વિસ્તારોમાંથી માસૂમ બાળકના અવશેષો મળી આવ્યા છે. ગિરનાર સીડી પર બનેલી આ પ્રથમ ઘટના બાદ સુરક્ષા માટે ખાસ ટાસ્ક ફોર્સની રચના કરાશે અને ૨૦૦૦ પગથિયા સુધી ફેન્સિંગ કરવા વહીવટી તંત્ર સાથે ચર્ચા હાથ ધરાશે. વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારનું સઘન ચેકિંગ પૂર્ણ કરી દેવાતા આવતીકાલથી યાત્રિકો માટે માર્ગ ફરી શરૂ કરાશે, તેમજ સરકારી નિયમ મુજબ મૃતકના પરિવારને ૧૦ લાખનું વળતર અપાશે.

