Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Farmers and industrialists are troubled by the slow functioning of Dhoraji-Junagarh overbridge

VIDEO: ધોરાજી-જૂનાગઢ ઓવરબ્રિજની ધીમી કામગીરીથી ખેડૂતો અને ઉદ્યોગકારો પરેશાન

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના ધોરાજીથી જૂનાગઢ માર્ગ પર બની રહેલા રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા બે વર્ષથી કાચબા ગતિએ ચાલતું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ છે. બ્રિજની કામગીરીને લીધે યોગ્ય ડાયવર્ઝન આપ્યા વિના જ ભારે વાહનો માટે મુખ્ય રસ્તો બંધ કરી દેવાતા ખેડૂતોને પાક બજાર સુધી પહોંચાડવામાં અને ઉદ્યોગકારોને માલની હેરફેરમાં મોટી આર્થિક હાલાકી ભોગવવી પડી રહી છે. ભાજપના પૂર્વ મહામંત્રી જયસુખ ઠેસિયાએ પણ કોન્ટ્રાક્ટરની મનમાની સામે સવાલો ઉઠાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને આ મામલે તપાસની માંગ કરી છે. સુવિધાના નામે શરૂ થયેલું આ આયોજન હાલ જનતા માટે મુશ્કેલીનું કારણ બન્યું છે.

App Store