VIDEO: જૂનાગઢમાં ગીર બોર્ડર પર ગેરકાયદેસર રિસોર્ટ પર ડિમોલિશન
સોર્સ : gstv
જૂનાગઢના ગીર બોર્ડર પર ગેરકાયદેસર હોટલ અને રિસોર્ટ સામે તંત્રએ મોટી કાર્યવાહી શરૂ કરી છે. દેવળીયા સફારી પાર્ક નજીક ઈકો સેન્સિટિવ ઝોનમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. મેંદરડા મામલતદાર સહિતની ટીમો તેમજ રેવન્યુ, પોલીસ અને વનવિભાગનો સંયુક્ત મોર્ચો કાર્યવાહી માટે મેદાનમાં ઉતર્યો છે. હાઈકોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામા મુજબ ગીર બોર્ડર પર કુલ 387 ગેરકાયદેસર એકમો સામે કાર્યવાહી થવાની છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં 141, ગીર સોમનાથમાં 211 અને અમરેલી જિલ્લામાં 26 એકમોનો સમાવેશ થાય છે. સંચાલકોને 30 ઓગસ્ટ સુધી દબાણ હટાવવાની મુદત આપવામાં આવી હતી, પરંતુ કોઈએ જાતે દબાણ દૂર કર્યું ન હતું. આખરે તંત્રએ જાતે જ ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે. કાર્યવાહીથી ભૂમાફિયા અને રિસોર્ટ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

