Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Controversial pamphlet against Indrabharti Bapu goes viral

Junagadh news: ઇન્દ્રભારતી બાપુ વિરુદ્ધ વિવાદિત પત્રિકા વાયરલ, આશ્રમમાં અનૈતિક કામો થતા હોવાના આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 19 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Junagadh news: ઇન્દ્રભારતી બાપુ વિરુદ્ધ વિવાદિત પત્રિકા વાયરલ, આશ્રમમાં અનૈતિક કામો થતા હોવાના આક્ષેપ
સોર્સ : GSTV

જૂનાગઢના રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ વિરુદ્ધ એક વિવાદિત પત્રિકા વાયરલ થઈ છે. આ પત્રિકામાં બાપુના સંસારિક જીવન, પત્ની અને બે પુત્રીઓ હોવાના ગંભીર દાવા કરવામાં આવ્યા છે. સાથે જ આશ્રમનો વહીવટ સંબંધીઓને સોંપવા અને અનૈતિક કામો થતા હોવાના આક્ષેપ કરાયા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલે પણ બાપુના અંગત જીવનનો પર્દાફાશ કરવાની ચીમકી આપી હતી. શિવરાત્રીના મેળા દરમિયાન મૃગી કુંડ પાસે થયેલા વિવાદ બાદ હવે આ પત્રિકાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. હાલ આ વાયરલ પત્રિકાને લઈને અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.

App Store

કીર્તિ પટેલ સામે ગુનો દાખલ

વિવાદિત કીર્તિ પટેલ પર સાધુ-સંતોની લાગણી દુભાવવા અને તેને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

આ અગાઉ મૃગીકુંડમાં સ્નાન સમયે મહિલા PI સાથે ઘર્ષણ બદલ કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. મળતી માહિતી અનુસાર, PI કે.જે મોડે ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરૂદ્ધ ગેરવર્તન બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

 સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કીર્તિ પટેલ નાગા સાધુઓ સાથે દેખાઈ રહી છે. જૂના અખાડામાં સાધુ સંતો સાથે તેણે વીડિયો બનાવ્યો છે. જેમાં તે ઓમ નમો નારાયણ અને હર હર મહાદેવના નાદ લગાવી રહી છે. ત્યારે કીર્તિ પટેલ સામે ફાટી નીકળેલા સાધુ સંતોના રોષ વચ્ચે વધુ એક વીડિયો સામે આવતા આ ઘટના હાલ ગુજરાતમાં ચર્ચાસ્પદ બની છે.

ઇન્દ્રભારતી બાપુ પર કર્યા હતા આક્ષેપ

જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં મૃગીકુંડમાં સ્નાન કરવાના મુદ્દે કીર્તિ પટેલ અને સાધુ સમાજ વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કીર્તિ પટેલે સીધો ઇન્દ્રભારતી બાપુ સામે મોરચો માંડતા ગંભીર આક્ષેપો કર્યા છે કે, ઇન્દ્રભારતી બાપુ માત્ર તેમના જ શિષ્યોને મહત્ત્વ  આપે છે અને અન્ય યુવતીઓ સ્નાન કરે ત્યારે મૌન રહે છે. જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ નવો વિવાદ સામે આવ્યો છે. 

કીર્તિએ ઇન્સ્ટાગ્રામ પર શ્રેણીબદ્ધ સ્ટોરીઝ મૂકીને ચેલેન્જ ફેંકી

કીર્તિએ ઇન્સ્ટાગ્રામ પર  એક પછી એક સ્ટોરીઝ મૂકીને  ઈન્દ્રાભારતી બાપુને ચેલેન્જ ફેંકી હતી કે તે  લાઈવ થઈને બાપુના કચ્છથી મુંબઈ સુધીના તમામ કચ્ચા ચિઠ્ઠા પુરાવા સાથે જાહેર કરશે. આ વિવાદને પગલે  સોશિયલ મીડિયામાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. 

રવેડી સમયે ભગવા વસ્ત્રો પહેરી કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી

જૂનાગઢમાં મહા શિવરાત્રિના મેળાના છેલ્લા દિવસે રવેડી સમયે ભગવા વસ્ત્રો પહેરી કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. જ્યાં તે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાનમાં પહોંચતા વિવાદ છેડાયો હતો. વાઇરલ વીડિયોમાં કીર્તિ સાધુઓની વચ્ચે જ મૃગીકુંડમાં ડૂબકી લગાવે છે અને ‘હર હર મહાદેવ’નો નાદ કરતી જોવા મળી  હતી. જોકે, તંત્રને ધ્યાને આવતાં તરત જ કીર્તિને ત્યાંથી દૂર કરવામાં આવી હતી.