VIDEO: વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટ, કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપી રાહતની માંગ કરી
સોર્સ : gstv
જૂનાગઢ જિલ્લામાં દોઢ માસથી વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી છે. આ સ્થિતિને લઈને જૂનાગઢ કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, વરસાદના અભાવે મગફળી અને કપાસના પાકને નુકસાન થયું છે, જ્યારે બોર અને કુવાના તળ ઊંડા ગયા છે. ખેડૂતો અને શ્રમિકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે અને પશુપાલકો માટે ઘાસચારાની પણ અછત સર્જાઈ છે. કોંગ્રેસે ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવા, ખેત ઓજારોના હપ્તા એક વર્ષ લંબાવવા અને શ્રમિકોને લોનના હપ્તામાં રાહત આપવાની માંગ કરી છે. સાથે જ રાહત કામો શરૂ કરવા અને સૌની યોજનાથી કેનાલ, ડેમ અને તળાવો ભરવાની માંગ કરવામાં આવી છે.

