VIDEO: AAPના ઉમેદવારની જીત બાદ BJPના નેતા જવાહાર ચાવડના નારા લાગ્યાં!
સોર્સ : gstv
જૂનાગઢમાં ભાજપમાં જ અંદરખાને ઠંડા કલેજે ખેલ પડી ગયો. એક તરફ ભાજપે જિલ્લા પંચાયતમાં 23 બેઠકો જીતી. તો આપને 7 બેઠક મળી. અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. પણ સૌથી મોટી વાત એ છે કે, કણઝા બેઠક પર સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાની પુત્રી આપના પ્રવિણ ચાવડા સામે હારી. આપની જીતમાં ઉમેદવારે ફરીથી જવાહર ચાવડાના નારા લગાવ્યાં. આ તરફ વિસાવદર અને ભેસાણ તાલુકા પંચાયતમાં આપએ ભાજપના સુપડા સાફ કરી નાંખ્યાં. ભેસાણમાં તો પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ હારી ગયી. ડુંગરપુર બેઠક પર આપના ઉમેદવારની જીત બાદ પણ ભાજપના નેતા જવાહાર ચાવડના નારા લાગ્યાં. તો જુનાગઢમાં ભાજપ અને આપને 9-9 બેઠકો મળતા ટાઈ પડી. એવી ચર્ચા છે કે, એક સમયે જવાહર ચાવડાને હરાવનાર દિનેશ ખટારિયા સહિતના નેતાઓનો આ ચૂંટણીમાં ઠંડા કલેજે ખેલ પાડી દેવાયો.

