Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : VIDEO: Initiative of citizens of the district to make Prime Minister's appeal for energy conservation a reality

VIDEO: વડાપ્રધાનની ઊર્જા સંરક્ષણની અપીલ સાર્થક કરવા જિલ્લાના નાગરિકોની પહેલ

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડાપ્રધાનની ઊર્જા સંરક્ષણની અપીલને સાર્થક કરવા અને જામનગર જિલ્લાના નાગરિકો તેમજ સરકારી સ્ટાફને પ્રેરણા આપવા માટે જામનગરના જિલ્લા વિકાસ અધિકારી નિશા શુક્લાએ અનોખી પહેલ કરી છે. તેઓ પોતાના કાર્યકાળના પ્રથમ દિવસે જ સરકારી વાહનનો ત્યાગ કરીને સાયકલ પર સવાર થઈને ઓફિસે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, અધિકારીઓ અને કર્મચારીઓ અઠવાડિયામાં કોઈ એક દિવસ સ્વેચ્છાએ પોતાના ખાનગી કે સરકારી વાહનોનો ઉપયોગ ટાળે. તેના બદલે પગપાળા, સાયકલ, ઇલેક્ટ્રિક વ્હીકલ અથવા અન્ય એવા સાધનોનો ઉપયોગ કરે જેમાં ઇંધણ કે ઊર્જાનો બગાડ થતો ન હોય.

App Store